Home> Sports
Advertisement
Prev
Next

હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ સાથેનો PHOTO કર્યો શેર, કેપ્શન વાંચીને ચોંકી જશો

ટીમ ઈન્ડિયા (Team India) ના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ભલે હાલ ઈજાના કારણે ટીમ ઈન્ડિયામાંથીબહાર હોય પરંતુ સોશિયલ મીડિયા (Social Media) દ્વારા હંમેશા તે ફ્રેન્ડ્સ અને ચાહકો સાથે કનેક્ટ રહે છે. વર્ષની શરૂઆતમાં હાર્દિક પંડ્યાએ પોતાની ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેનકોવિક (Natasa stankovic) સાથે એક રસપ્રદ અંદાજમાં તસવીર શેર કરી છે.

હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ સાથેનો PHOTO કર્યો શેર, કેપ્શન વાંચીને ચોંકી જશો

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા (Team India) ના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ભલે હાલ ઈજાના કારણે ટીમ ઈન્ડિયામાંથીબહાર હોય પરંતુ સોશિયલ મીડિયા (Social Media) દ્વારા હંમેશા તે ફ્રેન્ડ્સ અને ચાહકો સાથે કનેક્ટ રહે છે. વર્ષની શરૂઆતમાં હાર્દિક પંડ્યાએ પોતાની ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેનકોવિક (Natasa stankovic) સાથે એક રસપ્રદ અંદાજમાં તસવીર શેર કરી છે. હાર્દિકે નતાશા સાથેની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું કે વર્ષની શરૂઆત હુમ મારા ફાયરવર્ક (ફટાકડી) સાથે કરી રહ્યો છું. 

હાર્દિકની આ તસવીરે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. તેના ચાહકો તસવીરને ખુબ પસંદ કરી રહ્યાં છે. તથા કપલ હંમેશા સાથે જ રહે તેવી વીશ પણ જાહેર કરી રહ્યાં છે. આ કપને શુભકામના આપનારા ચાહકોમાં બે ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ અને કે એલ રાહુલ પણ છે. 

મીડિયામાં આવેલા અનેક રિપોર્ટ્સ મુજબ હાર્દિક અને નતાશા એક બીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યાં છે. તથા તેઓ લગ્નના બંધનમાં  બંધાવવાની તૈયારીઓ પણ કરે છે. હાર્દિક અને નતાશા સ્ટેનકોવિક સીરિયસ રિલેશનશીપમાં છે. તથા જૂનિયર પંડ્યા તેને પોતાના ફેમિલી સાથે પણ મીલાવી ચૂક્યા છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Starting the year with my firework ❣️

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

ઓગસ્ટમાં મિત્રો સાથે થયેલી પાર્ટીમાં ત્યારે હાર્દિકે તેના મિત્રો અને ભાઈ ક્રુણાલ પંડ્યા સાથે ભાભી પંખુડી શર્મા જોડે પણ નતાશાની મુલાકાત કરાવી હતી અને ત્યારે નતાશાની ઓળખાણ ગર્લફ્રેન્ડ તરીકે આપીને પરિચય કરાવ્યો હતો. 

અત્રે જણાવવાનું કે મૂળ સર્બિયાની રહીશ નતાશાએ નચ  બલિયેમાં  ભાગ લીધો હતો. વર્ષ 2020માં સ્પોર્ટ્સ સર્બિયાનો ખિતાબ જીત્યા બાદ તેણે સ્પોર્ટ્સમાં જ રહીને પોતાની કેરિયર બનાવવાનું નક્કી કર્યું હતું. 

હાર્દિક પંડ્યા હાલ પીઠની ઈજાના કારણે આરામ ભોગવી રહ્યો છે. તેણે સપ્ટેમ્બર 2019 બાદ કોઈ જ ઈન્ટરનેશનલ મેચ રમી નથી. પીઠના દુખાવાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે આ ઓલરાઉન્ડર ખેલાડીએ લંડનમાં સર્જરી કરાવવી પડી હતી. હાર્દિક ભારત એ માટે ન્યૂઝિલેન્ડના પ્રવાસે જશે અને ત્યારબાદ ટીમ ઈન્ડિયામાં તેની વાપસી શક્ય બનશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More